વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દારૂ ભરેલ ક્રેટા કાર સાથે 1 શખ્સ પકડાયો, 5.55 લાખનો મુદામાલ કબ્જે: 3 શખ્સોની શોધખોળ


SHARE





મોરબી નજીકથી દારૂ ભરેલ ક્રેટા કાર સાથે 1 શખ્સ પકડાયો, 5.55 લાખનો મુદામાલ કબ્જે: 3 શખ્સોની શોધખોળ

વાંકાનેર તરફથી લાલપર થઈને મોરબી બાજુ ક્રેટા કાર આવી રહી હતી જેને તાલુકા પોલીસની ટીમે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી 700 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, કાર અને બે મોબાઈલ મળીને 5.55 લાખના મુદમાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ મંગાવનારા 3 શખસોના નામ સામે આવેલ હોવાથી કુલ 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર લાલપર ગામ પાસે તાલુકા પોલીસ સ્ટેશન પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી સફેદ કલરની ક્રેટા કાર નંબર જીજે 10 સીજી 4630 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે વાંકાનેર તરફથી લાલપર થઈને મોરબી બાજુ આવી રહેલ કારમાંથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 700 લીટર દેશી દારૂનો જથ્થો જેની કિંમત 1.40 લાખ તથા 4 લાખ રૂપિયાની ક્રેટા ગાડી, અને 15 હજાર રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન આમ કુલ મળીને 5.55 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલને  કબજે કર્યો છે અને હાલમાં આરોપી સલીમભાઈ ઉર્ફે સલો બાબુભાઈ વિકિયાણી રહે. સરાયા તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે ઈરફાન રહે. મોરબી, સદ્દામભાઈ જામ રહે. મોરબી તથા સલીમ ઉર્ફે રાહુલભાઈ પઠાણ રહે. મોરબી વાળાના નામ સામે આવ્યા હોય ચારેય સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના ત્રણ આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી ગઈ છે આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ. ઘેટીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News