વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનામાં કામગીરી દરમ્યાન સીરામીક પાવડર ભરેલ થેલાઓની નીચે દબાઈ ગયેલ 4 પૈકી 1 યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનામાં કામગીરી દરમ્યાન સીરામીક પાવડર ભરેલ થેલાઓની નીચે દબાઈ ગયેલ 4 પૈકી 1 યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલ કારખાનાના ગોડાઉનની અંદર રહેલા સીરામીક પાવડર ભરેલ 50 કિલોના થેલાઓમાંથી મોટા બોરાની અંદર ઓર્ડર મુજબનો માલ ખાલી કરવા માટેની કામગીરી બે શ્રમિકો દ્વારા કરવામાં આવી રહી હતી દરમિયાન 50 કિલો પાવડર ભરેલ થેલાનો આખો થપ્પો તે બંને શ્રમિકો ઉપર પડ્યો હતો જેથી તેને બચાવવા માટે બીજા બે શ્રમિક ત્યાં ગયા હતા તેવામાં સિરામિક પાવડર ભરેલ થેલાનો બીજો થપ્પો તેઓની માથે પડ્યો હતો જેથી આ ચારેય શ્રમિકોને બચાવવા માટે બીજા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા જો કે, ચાર પૈકીના એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ નાગમતી એન્ટરપ્રાઇઝ મીરેકલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મુકેશકુમાર શિવદત્ત સંતવાર (37) અને અજીતકુમાર વિરેન્દ્રકુમાર નામના બે શ્રમિકો મીરેકલ કારખાનાના ગોડાઉનની અંદર સીરામીક પાવડરના 50 કિલોના થેલા ભરેલ થપ્પો રાખવામાં આવ્યો હતો.તે થેલામાંથી ઓર્ડર મુજબ મોટા બોરામાં પાવડર ખાલી કરવા માટેનું કામ કરતા હતા તે દરમિયાન મુકેશકુમારએ થપ્પામાંથી નીચેના ભાગે રહેલ પાવડરના થેલાને ખેંચતા આખો 50 કિલો પાવડર ભરેલ થેલાઓનો થપ્પો તેઓની માથે પડ્યો હતો જેથી વજનદાર થેલાઓની નીચેના ભાગમાં મુકેશકુમાર તથા અજીતકુમાર બંને દબાઈ ગયા હતા માટે તેઓને બચાવવા કાલુભાઈ ભુરીયા તથા લખન જાટવ સહિતના ત્યાં ગયા હતા અને મુકેશકુમાર તથા અજીતકુમારને પાવડર ભરેલ થેલાઓની નીચેથી બહાર કાઢવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બીજો પાવડર ભરેલો વજનદાર થેલાનો થપ્પો કાલુ ભુરીયા અને લખન જાટા ઉપર પડ્યો હતો જેથી તે બંને પણ માટીના બોરાઓની નીચે દબાઈ ગયા હતા. ત્યારબાદ અન્ય લોકોએ ત્યાં આવીને તમામને માટીના મોટા બોરાઓની નીચેથી બહાર કાઢવા માટેની કામગીરી કરી હતી જો કે, અકસ્માતના આ બનાવમાં મુકેશકુમારનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News