મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ


SHARE





ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ

ટંકારાના મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ કારખાનામાં ગાડી ખાલી કરવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યારે બંને પક્ષેથી મારા મારી કરવામાં આવતા કુલ મળીને 8 જેટલા વ્યક્તિઓને ઇજા થઈ હતી જેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.  

પડધરી તાલુકાના તરઘડી ગામે રહેતા રાઘવભાઈ આલાભાઇ ભરવાડ (28એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સૂર્યકાંત શર્મા અને તેની સાથે રહેલા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મીતાણા ગામની સીમમાં નેકનામ રોડ ઉપર ફિનોમેકસ કારખાનામાં આરોપીઓએ ગાડી ખાલી કરવા બાબતે ફરિયાદી તથા સાહેદો સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી ત્યારે બાદ ફરિયાદી અને સાહેદોને એલ્યુમિનિયમની એંગલો વડે માર માર્યો હતો જેમાં ફરિયાદીને માથામાં માર મારતા ગંભીર ઇજા થવાથી તેને ટાંકા આવ્યા હતા જયારે સાહેદ રામભાઈને પણ માથામાં માર મારીને ગંભીર ઇજા કરતા તેઓને પણ ટાંકા આવ્યા હતા તેવી જ રીતે સાહેદ મુકેશભાઈને ડાબા હાથ અને પગમાં માર માર્યો હતો અને જમણા પગે નરાના ભાગે ફેક્ચર જેવી ઇજા કરવામાં આવી હતી. જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે.

જ્યારે આ બનાવ સંદર્ભે સામાપક્ષેથી મૂળ યુપીના રહેવાસી અને હાલમાં ફિનોમેકસ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા શ્યામકાંત સૂર્યમની શર્મા (30)એ રાઘવભાઇ ભરવાડ તથા તેની સાથે રહેલા અન્ય ત્રણ માણસોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કારખાનામાં ગાડી ખાલી કરવા માટે ગાડીને થોડી પાછી લેવા ફરિયાદી કહ્યું હતું તે બાબતે ફરિયાદી તથા સાહેદોની સાથે આરોપી અને તેની સાથે રહેલા શખ્સોએ ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને પાઇપ તથા ધોકા વડે ફરિયાદી અને સાહેદોને માર માર્યો હતો જેમાં ફરિયાદીને કપાળના ભાગે તથા ડાબા પગમાં સાથળના ભાગે ઇજા થઈ હતી જ્યારે સાહેરજનીકુમારને જમણા કાન અને માથામાં, સાહે ધીરજકુમારને જમણા બંને પગમાં તેમજ સાહેબ્રિજેશને હાથે, પગે અને શરીરે ઇજા કરી હતી તેમજ હાથમાં ફ્રેક્ચર કર્યું હતું જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News