વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

 હળવદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો


SHARE







હળવદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા ગૃતિબેન જોબનપુત્રાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રભાવના અને જીવનમૂલ્યોનું સિંચન કરી રાષ્ટ્રના ઘડવૈયા તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. મહાસંઘની રચનાત્મક પ્રવૃત્તિઓ, સમાજલક્ષી અભિયાનો અને શિક્ષક હિતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું હતું કે સંગઠન શિક્ષક, શિક્ષણ અને રાષ્ટ્રહિતના ત્રિવેણી ધ્યેય સાથે સતત કાર્ય કરી રહ્યુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુવંદના, શિક્ષક ગૌરવ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું. અતિથિ વિશેષ તરીકે જિલ્લાના મંત્રી પ્રવિણભાઈ ધોળુ અને તાલુકાના અધ્યક્ષ વાસુદેવભાઈ ભોરણીયાએ પણ શિક્ષકનું મહત્વ, ગુરુઓની ગરીમાં વિશે વાતો કરી હતી,કાર્યક્રમને સફળ બનાવવા શૈક્ષિક મહાસંઘ હળવદની સમગ્ર તાલુકા ટીમે હાજરી આપી હતી




Latest News