વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી


SHARE







હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી

મોરબી જિલ્લામાં ખેડૂતો આધુનિક બાગાયતી ખેતી તરફ વળે, કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજીનો વ્યાપ વધે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. તેમણે હળવદના શિરોઈ ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતના દાડમ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન તેમણે બાગાયત વિભાગની પેક હાઉસ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓની વિગતો મેળવી હતી તેમજ ખેડૂત સાથે સીધો સંવાદ સાધીને ઉત્પાદન, પાકની ગુણવત્તા, માર્કેટિંગ અને સરકારી યોજનાઓના પ્રતિસાદ અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ કલેક્ટરે હળવદ ખાતે ટિસ્યુકલ્ચર લેબની મુલાકાત લઈને ટિસ્યુકલ્ચર પદ્ધતિ દ્વારા કેળા અને દાડમના ગુણવત્તાસભર રોપાઓના રોપણી-ઉત્પાદનની ટેકનિકલ પ્રક્રિયા ઝીણવટપૂર્વક નિહાળી હતી. આ તકે તેમણે ટિસ્યુકલ્ચર ક્ષેત્રને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે પણ ચર્ચા કરી હતી. આ મુલાકાત વેળાએ નાયબ બાગાયત નિયામક વી.એચ. નકુમ, હળવદ બાગાયત અધિકારી બી.એચ. કોઠારીયા અને મોરબી બાગાયત નિરીક્ષક એમ.ડી. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.




Latest News