મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામનો બનાવ: કોઇની સાથે ફોન ઉપર વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા મહિલાએ મોત મીઠું કર્યું


SHARE







હળવદના ચરાડવા ગામનો બનાવ: કોઇની સાથે ફોન ઉપર વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા મહિલાએ મોત મીઠું કર્યું

હળવદના ચરડવા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની પત્ની કોઈ સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતી હતી જે બાબતે યુવાને તેની પત્નીને ઠપકો આપ્યો હતો અને તે બાબતે મહિલાને લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી જેથી મહિલાને સારવાર માટે પહેલા ચરાડવા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતુ જેથી આ બનાવની મૃતક મહિલાની માતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ગાંધીભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લીલાબેન અંતરીયાભાઈ ચંગળ (18) નામની મહિલાએ ળમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ચરાડવા ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને બાદમાં રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક મહિલાના માતા જંગરીબેન ધનસિંહભાઈ બામણીયા (50)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હતો અને તે પોતાના પતિ અને માતા જંગરીબેન સાથે ચરાડવા ગામની સીમમાં ગાંધીભાઈ દલવાડીની વાડીએ રહેતી હતી અને મૃતક મહિલા ફોન ઉપર કોઈ સાથે વાતચીત કરતી હતી તે બાબતે તેના પતિ અંતરિયાભાઈ ગમરસિંગ ચંગળ દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો હતો જે બાબતે મૃતક મહિલાને મનોમન લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી અને મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના નવી ટિંબડી ગામે આવેલ પરમેશ્વર કાંટા પાસે રહેતા કાજલબેન પ્રવીણભાઈ ઈન્દરીયા (17)ને રાજુભાઈ ઇન્દરિયા તથા રણજીતભાઈએ ધોકાવાડે માર મારતા ઈજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

દારૂની બે બોટલ

મોરબીમાં ઇસાન કોમ્પ્લેક્સ પાસે મેલડી માતાજીના ઢાળ નજીકથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવતા પોલીસે સન્ની ઉર્ફે મહેશ કિશોરભાઈ વરાણીયા (25) રહે. ઉમિયા નગરના ઢોરા પાસે મોરબી વાળાની 250 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News