હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા


SHARE







આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા

મોરબી અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભાજપના નેતાઓ અને ઉમેદવારોની પ્રવેશબંધીના બોર્ડ બેનર લગાવવામાં આવી રહ્યા છે દરમિયાન વધુ 15 ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે અને જો વીજલાઇનના વળતર માટે ખેડુતોની માંગણી મુજબ પરીપત્ર બનાવામાં નહી આવે તો 2027 ની ચુંટણીમાં ભાજપના ઉમેદવારે બેલા, પીપળી, ધરમપુર, હરિપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી), ભરતનગર, સદુળકા,   દાદાશ્રીનગર, રોટલીગામ (અમરનગર), ક્રુષ્ણનગર, ગૂંગણ, ગાળા, પીલુડી, નવા દેવળીયા, જબલપુર, અણીયારી સહિતના ગામમાં પ્રવેશબંધી કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજપોલના વળતર બાબતે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેમાં ખેડૂતોની માંગણી મુજબ ખેડૂતને વળતર આપવામાં આવે તેના માટે સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ સરકાર દ્વારા ખેડૂતોને પૂરતું વળતર મળે તે પ્રકારનો હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે અને હવે ગામો ગામ ભાજપના વિરોધમાં બેનર લગાવવામાં આવી રહ્યા છે. અને જો વર્ષ 202ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ભાજપના ઉમેદવારોની ગામમાં પ્રવેશબંધી કરવાના બેનરો અત્યારથી જ લાગવવામાં આવી રહ્યા છે. ઉલેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ખાનગી વીજ કંપની દ્વારા જે વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેની સામે પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવે છે જો કે, મોરબીના જેતપર ગામેથી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તે હવે વેગવંતુ બન્યું છે અને અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવે છે ત્યારે મોરબી તાલુકામાં ધીમેધીમે કરતાં એક કે બે નહીં પરંતુ 23 જેટલા ગામોમાં ખેડૂતોને ખાનગી વીજ કંપની પાસેથી વધુ વળતર મળે તે માટે સરકાર દ્વારા નવી વળતર નીતિ જાહેર ન કરે તો આગામી વર્ષ 2027 માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને નેતાની પ્રવેશબંધીનું બેનર લગાવવા માટેના બેનર લગાવવામાં આવેલ છે અગાઉ જેતપર રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામમાં ખેડૂતો દ્વારા ભાજપના ઉમેદવારોની ગામમાં પ્રવેશબંધીના બેનર મૂકવામાં આવેલ છે હવે બેલા, પીપળી, ધરમપુર, હરિપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી), દાદાશ્રીનગર, રોટલીગામ (અમરનગર), ક્રુષ્ણનગર, ગૂંગણ, ગાળા, પીલુડી, નવા દેવળીયા, જબલપુર, અણીયારી સહિતના ગામોમાં બેનર લગાવીને જો ખાનગી કંપનીની વીજલાઇનમાં ખેડુતોની માંગણી મુજબ પરીપત્ર બનાવામાં નહી આવે તો 2027 ની ચુંટણીમાં ભાજપના ઉમેદવારની ગામમાં પ્રવેશબંધી કરવા માટે ખેડૂતો મક્કમ બની ગયા છે.\






Latest News