મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા


SHARE





મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા

આમ તો ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે પરંતુ છેલ્લા વર્ષોમાં ઔદ્યોગિક ક્ષેત્રે આવેલી ક્રાંતિના કારણે ખેતીની જમીન બિનખેતી કરીને ત્યાં ઔદ્યોગિક એકમો કાર્યરત કરવામાં આવતા હોય છે જો કે, ઔદ્યોગિક ક્રાંતિ પણ વર્તમાન સમયમાં જરૂરી છે પરંતુ ખેતીના ભોગે ઔદ્યોગિક ક્રાંતિ થાય તો તેનાથી ખેડૂતોનું અને ખેતીનું પતન થઈ જશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. મોરબીના હરીપર કેરાળા ગામ પાસે ખેતીની જમીન બિન ખેતી થયા બાદ ઔદ્યોગિક એકમો કાર્યરત કરવામાં આવી છે જોકે, ખેતીની જમીનમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટેના કુદરતી નિકાલ હતા તે બંધ થઇ ગયા હોવાના કારણે હાલમાં ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી ખેડૂતોએ ખેતરમાં ચોમાસુ પાક લેવા માટે કરેલ વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

મોરબીના હરીપર (કે) ગામ તરફ જવાના રસ્તા ઉપર ખેતીની જમીનો બિનખેતી કરવામાં આવી ત્યાર બાદ ત્યાં જુદાજુદા ઘણા ઓદ્યોગીક એકમો આવેલ છે અને કારખાનાઓની દીવાલો બનવાથી તેમજ વરસાદી પાણીના નિકાલ માટેના ખુલ્લા વોંકળા બંધ થવાથી ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. અને ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક લેવા માટે જે વાવેતર કર્યું હોય છે તેના ઉપર પાણી ફરી વળે છે તેવું સાદુળકા ગામના ખેડૂત હરેશભાઇ પાંચોટિયાએ જણાવ્યુ છે. તો ભરતનગરના ખેડૂત ગોકળભાઇ પટેલ અને બાલુભાઈ પટેલએ જણાવ્યુ હતું કે, ચોમાસામાં પાક લેવા માટે ખેડૂતોએ વાવેતર કરે છે અને ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચા કરે છે તેમજ સારો પાક લેવા માટે ખૂબ જ મહેનત કરે છે પરંતુ કારખાનેદારો દ્વારા આડેધડ બંધ કામ કરીને વરસાદી પાણીના નિકાલ બંધ કરવામાં આવે છે જેથી તેઓની ખેડૂતોની મહેનત અને રૂપિયા બંને એડે જાય છે ઉલેખનીય છે કે, મોરબીના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેતીની જમીન બિન ખેતી કરીને ત્યાં સીરામીક, કોલ, પેકેજીંગ સહિતના ઉદ્યોગોને કાર્યરત કરવામાં આવી રહ્યા છે તેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં લોકોને રોજગારી મળે છે પરંતુ કેટલીક જગ્યાઓએ કારખાનેદારો દ્વારા આસપાસના ખેડૂતોનો વિચાર કર્યા વગર વરસાદી પાડીના કુદરતી નિકાલ બંધ કરી દેવમાં આવે છે જેથી કરીને ખેડૂતો દ્વારા કારખાનેદારોબંધ કરેલા વરસાદી પાણીના કુદરતી નિકાલ ખુલ્લા કરવામાં આવે અને તેઓને ખેતીના પાકમાં થયેલ નુકસાન બાબતે સરકાર દ્વારા સર્વે કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે




Latest News