વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર પાસે પાઇપ લાઇન પથવાના કામમાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી: ખેડૂતોને નુકશાન


SHARE







મોરબીના જીવાપર પાસે પાઇપ લાઇન પથવાના કામમાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી: ખેડૂતોને નુકશાન

મોરબીના જીવાપર ગામ પાસે એલ ટી કંપની દ્વારા પાઇપ લાઇન પથવાનું કામ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે જે પાઈપ લાઈનનું કામ અધુરું હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો  સામનો કરવો પડે છે અને ખેડૂતોને નુકશાન પણ જાય છે જેથી બેદરકાર કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે અને ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી નજીકના જીવાપર ઘોડાધ્રોઈ નદીથી પાવડિયારી સુધીની આશરે ૩ કીમી નર્મદા નહેરની ધાંગધ્રા શાખાની બાજૂમાં એલ ટી કંપની મારફતે લોખંડની પાઈપ નાંખવાની કામગીરી છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહી છે જેમાં પાંચ વખત પેટા કોન્ટ્રાકટરો બદલાય ગયા છે અને કટકે કટકે નવેસરથી કામ શરૂ કરવામાં આવે છે ત્યારે કુલ પાંચ વખત ખેડૂતોની પીવીસી પાઈપ કોન્ટ્રાકટરમાં માણસો દ્વારા તોડીને ખોદાણકામ અને પુરાણકામ કરેલ છે અને વારંવાર ખેડૂતોને પિયત ચાલું હોવા છતાં જાતે પાઈપ છોડાવી અને ફરી ફિટ કરવી પડે છે અને ખેડૂતો હાજર ન હોય ત્યારે આડેધડ કામ કરીને પાઈપ લાઈન તોડી નાખવામાં આવે છે અને ખેતરોમાં રહેલ પાકને નુકશાન કરે છે

હાલમાં જે લોખંડની મોટી પાઈપ લાઇન નાખે છે તેને જમીનમાં પાંચ ફૂટ નીચે દાટવાની છે તે હવા ભરાવાથી જમીનથી બહાર ૩ ફુટે ઉપર આવી ગયેલ છે . જેથી ખેડૂતોની પીવીસી પાઈપ તોડી નાંખેલ છે અને લોખંડની પાઈપ હવે નીચે જતી નથી અને ફકત કોટીંગવાળા મોડા આવવાના કારણે પાઇપ લાઇન દાટેલ ન હોવાથી ખેડૂતોને નુકશાન થાય છે આટલું જ નહીં ચોમાસાના પાણીનો નિકાલ બંધ થઈ ગયેલ છે આ માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે તો પણ તેનું નહિવત અને આંશિક પરિણામ આવ્યું હતું આજ સુધી ખેડુતોએ પુરતો સહકાર આપ્યો છે હવે ખેડૂતોની સહન શક્તિની હદ આવી ગઈ છે અને આ સામુહિક સમસ્યા હોવાથી ગંભિર સ્વરૂપ ધારણ કરી શકે છે અને કોન્ટ્રાક્ટર કામ અધુરું મૂકી જતા રહ્યા છે ત્યારે સમય મર્યાદાને ધ્યાને લઈ વર્ક ઑર્ડર મુજબ કામ પૂરું કરાવવા અને બગડેલા રોડ રસ્તાવોકળા મુળ સ્થિતિમાં કરી આપવા રજૂઆત કરવામાં આવી છે 




Latest News