મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ઊભેલી કારમાથી ૧૦૮ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE











વાંકાનેર નજીક ઊભેલી કારમાથી ૧૦૮ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

વાંકાનેર નજીક આવેલ સીરામીકની પાછળના ભાગમાં દીવાલ પાસે વાંકાનેર સીટી પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યાં પડેલ એસેન્ટ કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની ૧૦૮ બોટલ મળી આવી હતી જેથી દારૂનો જથ્થો તેમજ કાર મળીને ૧,૪૦,૫૦૦ ના મુદ્દામાલને કબજે કરવામાં આવેલ છે અને એસેન્ટ કારના ડ્રાઈવરને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ દારૂનો જથ્થો કોનો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વાકાનેર પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવેલ છે 

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી નજીક આવેલ સિરામિક પાછળના ભાગમાં દીવાલ પાસે ઉભેલી કારમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં ઉભેલી એસેન્ટ કાર જીજે ૫ સીએમ ૭૧૯૨ ને ચેક કરવામાં આવી હતી અને આ કારમાંથી ૧૦૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી ૪૦,૫૦૦ ના દારૂ સહિત પોલીસે કુલ મળીને ૧,૪૦,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને કારના ડ્રાઈવરને પકડવા માટે હાલમાં તજવીજ ચાલી રહી છે તેની સાથોસાથ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પણ વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે  






Latest News