વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કારખાનાની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને મજૂરે કર્યો આપઘાત


SHARE







મોરબીના રંગપર પાસે કારખાનાની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને મજૂરે કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિકના કારખાનામાં મજૂર ઓરડીની અંદર રહેતા યુવાને પોતાની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર ન્યુ ત્રિમૂર્તિ એન્જિનિયરિંગ વર્ક નામની જગ્યામાં રહેતા અજીતભાઈ રામેશ્વરભાઈ ગીરી (ઉમર ૩૭)એ મોરબી તાલુકા પોલીસને ફોનથી જાણ કરી હતી કે તેઓના કૌટુંબિક કાકાના દિકરા મનીષકુમાર શ્રીશ્યામ નારાયણ ગીરી (ઉંમર ૨૭) રહે. રંગપર રોડ ઉપર આવેલ એપ્રીકોટ સિરામિક વાળાએ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ એમ.આર.ગામીત સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે મૃતક યુવાનના ૬ મહિના પહેલા લગ્ન થયેલા છે અને તેની પત્ની વતનમાં રહે છે અને આર્થિક મૂંઝવણના લીધે આપઘાત કર્યો હોવ તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે




Latest News