વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત


SHARE







હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત

હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે અપૂરતી છે અને પથરાળ જમીન હોવાથી દફનવિધિ કરવી મુશ્કેલરૂપ બને છે જેથી ચરાડવા ગામના અનુ.જાતિ સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે નવી જમીનની ફાળવણી કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી

હળવદ તાલુકાના ચરાડવા ગામેથી મહિલાઓ સહિત કુલ 100 જેટલા લોકો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે આજની તારીખે ચરાડવા ગામે અનુ. જાતિના આશરે 2500 જેટલા લોકોની વસ્તી છે જો કે, સ્મશાનમાં દફનવિધિ કરવા માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે અપૂર્તિ અને સંપૂર્ણ જમીન પથરાહોવાના કારણે તે દફનવિધિ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે અને સામાન્ય રીતે લોકો ખાડો ખોદીને દફનવિધિ કરી શકતા નથી તેઓને જેસીબી જેવા મશીનરીને બોલાવવી પડે છે જેનું આર્થિક ભારણ તે લોકો ઉપર આવેલ છે જેથી અનુ.જાતિ સમાજ માટે નવી જગ્યાએ સ્મશાનની જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

વધુમાં રજૂઆત કરવા માટે આવેલા લોકોએ જણાવ્યું હતું કે, સ્મશાન માટે અપૂરતી જમીન હોવાના કારણે કોઈ વ્યક્તિની દફનવિધિ કરવા માટે જાય છે ત્યારે ત્યાં ખાડો ખોદવામાં આવે તો અગાઉ જેની દફનવિધિ કરવામાં આવી હોય છે તેના અવશેષો ખોદકામ દરમિયાન બહાર નીકળી જતા હોય છે જેથી તેના પરિવારની લાગણીઓને ઠેસ પહોંચતી હોય છે જેથી સ્મશાન માટે પૂરતી જમીન ફાળવવામાં આવે તે જરૂરી છે વધુમાં લોકોએ એવું પણ જણાવ્યું હતું કે અગાઉ વર્ષ 2016, 2018 અને 2024 માં નિયત નમૂનામાં સ્મશાન માટે વિવિધ અરજીઓ કરવામાં આવી હતી અને ત્યારે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે “માંગણી વાળી જમીન રોડ ટચ હોવાથી ભવિષ્યમાં ત્યાં સરકારી કચેરી બનાવવા માટે જમીનને રિઝર્વમાં રાખવામાં આવેલ છે” પરંતુ અનુ. જાતિ દ્વારા સ્મશાનની જમીન માટે જે માંગણી કરાઇ છે તેને ધ્યાને લઈને અધિકારી દ્વારા યોગ્ય હુકમ કરવામાં આવે તેવી માંગણી અને લાગણી રજૂઆત કરવા આવેલા લોકોએ વ્યક્ત કરી હતી




Latest News