વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ઇલેક્ટ્રીક ગ્રાઈન્ડરની મદદથી લોખંડ કાપતા સમયે કોઈ કારણોસર યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો ત્યારબાદ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતનપર ગામની સીમમાં આવેલ અમોરા ટાઇલ્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો અમિતસિંહ શિવકુમાર પરિહાર (23) નામનો યુવાન ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના અરસામાં કારખાનામાં ઈલેક્ટ્રીક ગ્રાઇન્ડર વડે લોખંડ કાપતો હતો દરમિયાન તેને કોઈ કારણોસર ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગવાના કારણે સ્થળ ઉપર જ તે યુવાનનું મોત નીપજ્યું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાંથી બાઈકની ચોરી

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ સન પેલેસ સનરાઈઝ પાર્ક ખાતે રહેતા ગૌતમભાઈ વેલજીભાઈ ગોધાણી (35) એ અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના પંચાસર રોડ થી નાની કેનાલ રોડ ઉપર આવેલ સનરાઈઝ પાર્કના ગેટ નં. 2 ના પાર્કિંગ પાસે તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 10 ડી બી 9969 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની ચોરી કરવામાં આવેલ હોય 65,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News