ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો


SHARE







મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો

મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા માટે થઈને ગયેલ યુવતી અને તેની દાદીને ઢીકાપાટુનો તથા લોખંડના પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવતીએ નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પાનેલી ગામે હનુમાનજી મંદિર પાસે રહેતા નિકિતાબેન ભુરાભાઈ ચાવડા (20) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ લાલજીભાઈ ચાવડા રહે.પાનેલી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આરોપી તેઓના ઘર પાસે ગાળો બોલતો હતો તેમજ લાકડાના વાસણા ત્યાં નાખેલા છે.તેને ખસેડતો હતો જેથી કરીને ફરિયાદી તથા તેના દાદી માણેકબેન તેને ના પાડવા માટે તેને ગયા હતા ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદી તથા સાહેદને શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લોખંડના પાઇપ વડે બંને હાથમાં મારમારીને ઈજા કરી હતી તેમજ ગાળો આપી હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીમાં મહિલાએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે કરી ફરિયાદ
મોરબીમાં આવેલ મહેન્દ્રપરા શેરી નંબર 14 ખ્વાજા પેલેસની બાજુમાં માવતરના ઘરે રહેતા અમીરૂનબેન સદામહુસેન લોલાડીયા (31) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સદામહુસેન સલીમભાઈ લોલાડીયા, સસરા સલીમભાઈ ઉમરભાઈ લોલાડીયા, સાસુ શયદાબેન સલીમભાઈ લોલાડીયા રહે ત્રણેય ભાટિયા સોસાયટી વાંકાનેર અને નણંદ શબનમબેન જાબીરભાઈ ધોણીયા રહે બગદાદી હાઈટ્સ મહેન્દ્રપરા મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓને અવારનવાર ઘરકામ બાબતે અને નાની નાની બાબતોમાં હેરાન પરેશાન કરતા હતા અને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો તેમજ તેના પતિ દ્વારા અવારનવાર મારકૂટ કરીને ગાળો આપવામાં આવતી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

#morbi #મોરબી






Latest News