ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત


SHARE







મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત

મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને પ્રવર્તમાન ચોમાસાની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના જીકીયારી ગામ નજીક આવેલા ઘોડાધ્રોઈ ડેમ તેમજ હળવદના સુસવાવ નજીક બ્રાહ્મણી-૨ ડેમની મુલાકાત લીધી હતી અને અધિકારીઓની સાથે સમીક્ષા કરી હતી.

આ સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલા બ્રાહ્મણી-૨ ડેમ અને મોરબી તાલુકાના જીકીયારી ગામ નજીક આવેલા ઘોડાધ્રોઈ ડેમની પ્રત્યક્ષ મુલાકાત લઈને જળાશયની પ્રવર્તમાન સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. અને સ્થળ પરના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડેમની જળસપાટી, સુરક્ષા વ્યવસ્થા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. વધુમાં, કટોકટીના સમયે સ્થાનિક નાગરિકોના સલામત સ્થળાંતર માટે જીકીયારી ગામ નજીક આવેલા આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ) ની વિગતો મેળવી પૂર્વતૈયારીઓ અંગે તાગ મેળવ્યો હતો આવી જ રીતે બ્રાહ્મણી-૨ ડેમમાં વરસાદ, કેચમેન્ટ એરિયામાં પાણીની આવક તેમજ નીચાણવાળા સંભવિત અસરગ્રસ્ત ગામો અંગેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં, તેમણે ડેમના દરવાજાની કાર્યક્ષમતા, સ્થળ પર હાજર ફરજિયાત સ્ટાફની તૈનાતી, કટોકટીના સમયે જરૂરી ડીઝલનો પર્યાપ્ત જથ્થો તેમજ ડેમ પર આવેલા પંપિંગ સ્ટેશનની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી તંત્રને સતર્ક રહેવા કડક સૂચના આપી હતી.






Latest News