વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત


SHARE







હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત

​હળવદના ટીકર ગામે રહેતી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા સોનલબેન કમલેશભાઈ વસાવા (46) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પી લીધી હતી તે દિશામાં આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

માળીયા મીયાણામાં રહેતા હાર્દિક કાંતિભાઈ અઘારા (33) નામના યુવાને કોઈ કારણોસર ઘરે ફિનાઈલ પી લીધૂ હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં
માળીયા (મી)ના વાધરવા ગામે રહેતા પ્રભાતભાઈ વીરાભાઇ સોલંકી (60) નામના વૃદ્ધે કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News