વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાડીએ આવીશ તો જીવતો રહેવા નહીં દઈ: હળવદમાં જમીનના ઝઘડામાં એક પરિવારના લોકો વચ્ચે મારામારી બાદ સામસામે ફરિયાદ


SHARE







વાડીએ આવીશ તો જીવતો રહેવા નહીં દઈ: હળવદમાં જમીનના ઝઘડામાં એક પરિવારના લોકો વચ્ચે મારામારી બાદ સામસામે ફરિયાદ

હળવદના આસ્થા રોડ ઉપર દાવલિયા તરીકે ઓળખાતી સીમમાં વાડીએ જમીનના ભાગ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે એક જ પરિવારના લોકોએ સામસામે મારામારી કરી હતી જેથી બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

હળવદની અવધ સોસાયટીમાં બ્લોક નંબર 45 ખાતે રહેતા ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી (31) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેહુલભાઈ રમણીકભાઈ ગોઠી, નિલેશભાઈ રમણીકભાઈ ગોઠી અને એક અજાણ્યો શખ્સ રહે. બધા હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદના આસ્થા રોડ ઉપર આવેલ દાવલિયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીએ તે આરોપીઓ સાથે મિલકત બાબતે વાત કરવા માટે ગયો હતો ત્યારે આરોપી મેહુલભાઈએ તેના હાથમાં રહેલ ધારીયા વડે ફરિયાદીને માથાના ભાગે ઘા મારીને ગંભીર ઇજા કરી હતી જેથી ફરિયાદી નીચે પડી જતા નિલેશભાઈએ તેના હાથમાં રહેલ કુહાડી વડે ફરિયાદીને ડાબા હાથની કોણી પાસે માર મારીને ગંભીર ઇજા કરી હતી અને અજાણ્યા શખ્સે પાઇપ વડે માર માર્યો હતો. ત્યારબાદ મેહુલભાઈએ ફરિયાદીની સાથે ઝપાઝપી કરીને મૂઢ માર મારીને ઈજા કરી હતી અને મિલકત બાબતે ક્યારે વાડીએ આવીશ તો જીવતો રહેવા નહીં દઈ તેવી ધમકી આપી હતી તેથી ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે જ્યારે સામા પક્ષેથી હળવદના મોરબી દરવાજા કણબીપરા ખાતે રહેતા મેહુલભાઈ રમણીકભાઈ ગોઠી (37)ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આસ્થા રોડ ઉપર આવેલ તેઓની વાડીએ આરોપીએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને ફરિયાદી તથા સાહેને જમીનના ભાગ બાબતે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને આરોપીએ તેના હાથમાં રહેલ ધારીયાના હાથા વડે ફરિયાદી તથા સાહેને માર માર્યો હતો અને જીવતા નહીં રહેવા દે તેવી ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News