વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા


SHARE







વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા

વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાથી આગળના ભાગમાં છકડો રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે કાર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં રીક્ષા ચાલકને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા વ્યક્તિને માથામાં અને શરીરે ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા આ બાબતે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે હાલમાં કારના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના હસનપર ગામે રહેતા લાલજીભાઈ ઉર્ફે લાલો ઘોઘાભાઈ ટોટા (34)એ કાર નંબર જીજે 36 એઆર 7881 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સિમસ્ટોન સિરામિકથી થોડા આગળના ભાગમાં ફરિયાદી રિક્ષા નંબર જીજે 3 ઝેડ 4186 માં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ને કાર ચાલકે હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક ભવાનભાઈ કેણાભાઈ પાંચિયા (55) ને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા ફરિયાદીને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી પાસેથી મળતી વખતે પ્રમાણે છકડો રીક્ષામાં મોરબીથી પાવડર ભરીને તેઓ સરધારકા રોડ ઉપર માલ ખાલી કરવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચાલક ભવાનભાઈનું મોત નીપજ્યું છે




Latest News