વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેશી દારૂમાં એસન્સ મિક્સ કરીને ડુપ્લિકેટ વિદેશ દારૂનું કૌભાંડ: 80 હજારના મુદામાલ સાથે એકની ધરપકડ, રાજકોટના શખ્સની શોધખોળ


SHARE







વાંકાનેરમાં દેશી દારૂમાં એસન્સ મિક્સ કરીને ડુપ્લિકેટ વિદેશ દારૂનું કૌભાંડ: 80 હજારના મુદામાલ સાથે એકની ધરપકડ, રાજકોટના શખ્સની શોધખોળ

વાંકાનેર શહેરમાં ઘરની અંદર દેશી દારૂની અંદર એસન્સ મિક્સ કરીને તે દારૂને બોટલોમાં ભરીને ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરીને સ્થળ ઉપરથી 6390 ખાલી બોટલો , 75 લીટર એસન્સ મિક્ષ કરેલ દેશી દારૂ તેમજ એસન્સની બોટલો વિગેરે મળીને 80,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હાલમાં એક ધરપકડ કરવામાં આવે છે અને રાજકોટના શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીમાં કોરોના સમયે ડુપ્લીકેટ રેમડીસીવર દવાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ અગાઉ રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ હતી ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાર પછી માળિયા તાલુકામાં ઘરમાં ડુપ્લિકેટ દારૂની મિનિ ફેક્ટરી ચાલુ હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં વાંકાનેર શહેરમાં મકાનમાં ડુપ્લીકેટ દારૂ સંદર્ભે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે વાંકાનેરમાં ગાયત્રી રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હર્ષદભાઈ કારીયાના ઘરમાં દેશી દારૂને એસન્સ મિક્સ કરીને વિદેશી દારૂની જેમ બોટલોમાં દારૂ ભરીને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી જુદા જુદા એસેન્સ અને ફ્લેવર મિક્સ કરેલો 75 લીટર દેશી દારૂ, દારૂ ભરવા માટેની 6,390 ખાલી બોટલો તથા એસન્સની પાંચ બોટલો અને અન્ય મુદ્દામાં મળીને 80,200 ની કિંમતમાં મુદ્દા માલ કબજે કર્યો હતો અને હાલમાં આરોપી જીગ્નેશભાઈ હર્ષદભાઈ કારીયા (38) રહે. વૃંદાવન સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને પકડાયેલ આરોપીની પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેને રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા સલીમ કાણીયા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બંને સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News