વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

વાંકાનેર તાલુકાના દેરાળા ગામ પાસે આવેલ ચેકડેમમાં બાલીપુરાનો રહેવાસી યુવાન નાહવા માટે થઈને પડ્યો હતો  ત્યારે કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ ચેકડેમમાં વિસનગર તાલુકાના બાલીપુરાનો રહેવાસી સિધ્ધરાજ જસવંતસિંહ ઠાકોર (22) નામનો યુવાન નાહવા માટે થઈને પડ્યો હતો ત્યારે ત્યાં કોઈ પણ કારણોસર તે પાણીની અંદર ડૂબી ગયો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને તેનો મિત્ર અર્જુનભાઈ ઠાકોર વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News