વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા


SHARE







હળવદના નવા માલણીયા ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા આધેડને તેની પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારે આવેશમાં આવીને આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડાનો ઘા ઝીકિ દીધો હતો જેથી મહિલાનું મોત નીપજ્યું હતું અને મહિલાની હત્યા કર્યા બાદ આધેડ આખી રાત તેની લાશ પાસે જ બેઠા હતા અને બીજા દિવસે સવારે અન્ય શ્રમિકો ત્યાં કામે આવ્યા ત્યારે હત્યાનો બનાવ સામે આવ્યો હતો અને મૃતક મહિનાના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે મૃતક મહિલાના પરિવારજનની ફરિયાદ લઈને હત્યાના ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રહેવાસી વરસીભાઈ નાયકા તેઓના પત્ની માસુડીબેન તથા દીકરા અને દીકરાની વહુ સાથે રહેતા હતા દરમિયાન કોઈ કારણોસર વરસીભાઈને તેઓના પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે વરસીભાઈએ તેની પત્નીને છાતીને ભાગે દાતરડાનો ઘા મારી દીધો હતો જેથી માસુડીબેન (55) નું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો ત્યારબાદ મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી ઉલ્લેખની છે કે આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડું મારીને રાત્રિના સમયે હત્યા કરી નાખી હતી ત્યારબાદ ત્યાંથી ભાગી જવાના બદલે આખી રાત તે પોતાની પત્નીની લાશ પાસે બેઠા રહ્યા હતા અને બીજા દિવસે સવારે વાડીએ અન્ય શ્રમિક આવ્યા ત્યારે મહિલાની હત્યા થઈ હોવાની માહિતી સામે આવી હતી. હાલમાં પોલીસે હત્યાના બનાવ સંદર્ભે મૃતક મહિલાના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.h 




Latest News