સરકારે ખાનગી કંપનીના વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિનો અમને કોઈ પત્ર મળ્યો નથી, અમારું આંદોલન ચાલુ છે: મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં નેહુલ અમૃતિયાએ કરી પત્રકાર પરિષદ
SHARE
સરકારે ખાનગી કંપનીના વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિનો અમને કોઈ પત્ર મળ્યો નથી, અમારું આંદોલન ચાલુ છે: નેહુલ અમૃતિયા
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવા માટે 17 દિવસથી આંદોલન ચાલુ છે તેના 16 માં દિવસે સરકાર દ્વારા વળતર માટે થઈને નવી નીતિ જાહેર કરવામાં આવી છે જો કે, તે બાબતે આજે ખેડૂત આંદોલનની છાવણી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી અને સરકારે જે પ્રકારની જાહેરાત કરી છે તે મુજબનો કોઈ પરીપત્ર ખેડૂતોને આપવામાં આવ્યો નથી અને તે પત્ર મળ્યા પછી તેનો અભ્યાસ કર્યા પછી ખેડૂતો દ્વારા આંદોલન બાબતે નિર્ણય લેશે તેવી સ્પષ્ટતા આજે કરવામાં આવી છે અને આજે જેતપર ગામે ગુરૂનામ ચઢુની નો જે કાર્યક્રમ યોજવાનો હતો તેને મોકૂફ રાખવામાં આવ્યો છે.
મોરબીના જેતપર ગામે છેલ્લા 17 દિવસથી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ગઈકાલે સાંજે રાજયના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદ યોજીને ખાનગી કંપનીના જે વીજ પોલ ખેડૂતોના ખેતરની અંદર ઉભા કરવામાં આવી રહ્યા છે તેને લઈને વળતર માટેની નવી નીતિ જાહેર કરવામાં આવી હતી જોકે, જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તે બાબતને લઈને કોઈ પણ પ્રકારની જાણ આંદોલનકારીઓને અથવા તો તેઓની સમિતિને લેખિતમાં ગઈકાલે કરવામાં આવી ન હતી જેથી ગઈકાલે આ બાબતે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી જો કે, આજે સવારે ઉપવાસી છાવણી ખાતે આંદોલનકારીઓ દ્વારા પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી.
જેમાં ઉપવાસ આંદોલન કરી રહેલા નેહુલભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે સરકારે ગઈકાલે પત્રકાર પરિષદ કરીને જે વળતર બાબતની જાહેરાત કરી છે તે બાબતનું લેખિતમાં અમને કશું આપવામાં આવ્યું નથી અને કોઈ પરિપત્ર પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી જેથી કરીને આજની તારીખે પણ અમારું આંદોલન ચાલુ છે અને અમને પરિપત્ર મળ્યા બાદ અમે લોકો આંદોલન ચાલુ રાખવું કે કેમ તે અંગેનો નિર્ણય લેશું કારણ કે અમારી માંગણી મુજબનું વળતર હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી તેવી સ્પષ્ટ વાત આંદોલનકારી દ્વારા કહેવામાં આવી હતી.
જ્યારે આંદોલનમાં ઉપવાસ કરી રહેલા નિલેશભાઈ એરવાડીએ જણાવ્યું હતું કે આ આંદોલનને તોડવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે મને પોતાને ધાક ધમકીઓ મળી રહી છે તથા પૈસાની ઓફરો કરવામાં આવે છે તેમજ મારા ઉપર ખોટા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે જોકે, આ આંદોલન મજબૂત રીતે આગળ વધી રહ્યું છે અને સરકાર દ્વારા અમારી માંગણી મુજબનું વળતર આપવામાં આવશે ત્યાર પછી જ આંદોલન પૂર્ણ કરવામાં આવશે દરમિયાન આજે આંદોલનની છાવણી ખાતે હરિયાણાથી ગુરૂનામ ચઢુની આવવાના હતા અને તેની હાજરીમાં કાર્યક્રમ યોજવાનો હતો આ કાર્યક્રમને ગામની અંદર માઠો પ્રસન્ન થઈ ગયો હોવાના કારણે આજે મોકૂફ રાખવામાં આવ્યો છે તેવી જાહેરાત પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. #morbi #મોરબી