મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા


SHARE







વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા

વાંકાનેરના કલાવડી ગામે રહેતા વૃદ્ધની વાડીના શેઢાની બાજુમાં તેના ભાઈની વાડી આવેલ છે અને ત્યાં રસ્તા ઉપર પથ્થર પડ્યો હતો જે પથ્થરને ઉપાડવા માટે વૃદ્ધને તેના ભાઈએ કહ્યું હતું જેથી વૃદ્ધે તેનો દીકરો આવીને પથ્થર ઉપાડી લેશે તેવો જવાબ આપ્યો હતો જેથી આ બાબતનો ખાર રાખીને વૃદ્ધના સગા ભાઈ, તેના પત્ની અને ભત્રીજાએ પથ્થરના છૂટા ઘા કરીને વૃદ્ધને ડાબા હાથ, પગ અને પડખાના ભાગે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના નવા કલાવડી ગામે રહેતા સાજીભાઈ હૈયાતભાઇ શેરસીયા (63)એ તેના ભાઈ હુસેનભાઈ હૈયાતભાઇ શેરસીયા, તેઓના પત્ની હલુબેન હુસેનભાઇ શેરસીયા તથા દીકરા રેનીશ હુસેનભાઇ શેરસીયા રહે. ત્રણેય નવી લાવડી વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી તેના સગા ભાઈ થાય છે અને બંનેની વાળી એક શેઢે આવેલ છે અને ફરિયાદીની વાડીના રસ્તા ઉપર પથ્થર પડેલો હતો જે પથ્થર ઉપાડવા માટે હુસેનભાઈએ ફરિયાદીને કહ્યું હતું ત્યારે ફરિયાદીએ મારો દીકરો આવીને પથ્થર અહીંથી લઈ લેશે તેવું કહ્યું હતું જે સામેવાળાઓને સારું નહીં લાગતા પથ્થરના છૂટા ઘા કરીને ફરિયાદીને ડાબા હાથ, પગ અને પડખાના ભાગે ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વૃદ્ધના ભાઈ સહિત કુલ 3 લોકોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા શહેનાઝબેન હાજીભાઈ માઢા (36) અને નસીમબેન મહદભાઈ લેજા (36) નામના બંને મહિલાઓ મીતાણાથી રાજકોટ બાજુ જઈ રહ્યા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેઓને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી 






Latest News