વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતો યુવાન નાઈટ ડ્યુટીમાંથી પોતાના રૂમે ભૂખ લાગી હોવાથી જમવા માટે થઈને આવ્યો હતો જો કે તેના ભાભી કેન્ટીંગમાંથી જમવાનું લાવ્યા ન હતા. જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કલર ગ્રેનાઇટ નામના કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા સાનિયા મદનભાઈ સિંઘ (21) નામના યુવાને લેબર ક્વાર્ટર ની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન નાઈટ ડ્યુટીમાં કામ કરવા માટે થઈને ગયો હતો અને તે પાછો પોતાના રૂમે ભૂખ લાગી હતી જેથી જમવા માટે આવ્યો હતો ત્યારે તેની સાથે રહેતા તેના ભાભી સુનિતાબેન કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી ગયા હતા જે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તે યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આ યુવાનનું મોત નીપજ્યું છે જે અંગેની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

જુગાર રમતા બે શખ્સ પકડાયા

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જેપુર ગામે ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મનસુખભાઈ ચોથાભાઈ રાઠોડ (27) રહે. મેસરીયા તથા વિશાલભાઈ દિનેશભાઈ નંદાણીયા (28) રહે. જય જવાન જય કિસાન સોસાયટી, રાજકોટ વાળા મળી આવેલ હોય પોલીસે તેની પાસેથી 5200 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

હળવદના ચોતરાફળી વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ધીરુભાઈ ગોવિંદભાઈ રાઠોડ (67) રહે ચોતરા ફળી હળવદ વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 6,150 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi #મોરબી




Latest News