વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો


SHARE







હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત: ત્રણને ઇજા

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ થી ચરાડવા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સંધિ વાસના નાકા પાસેથી સ્કૂલેથી છૂટેલી ચારથી પાંચ છોકરીઓ પોતાના ઘર તરફ જઈ રહી હતી દરમિયાન બુલેટ લઈને ત્યાંથી પસાર થઈ રહેલા શખ્સે તેનું બુલેટ બેફિકરાઈથી ચલાવ્યું હતું અને રોડ ઉપરથી પસાર થતી છોકરીઓને હડફેટ લીધી જે પૈકીની એક છોકરીને માથામાં ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ દીકરીઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકીના પિતાની ફરિયાદ લઈને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બુલેટના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ગોકુળીયા રોડ ઉપર રહેતા મનીષભાઈ કેશવજીભાઈ મોરવાડિયા (36) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બુલેટ નંબર જીજે 36 એ 8000 ના ચાલક રામજીભાઈ ગોરધનભાઈ દેવીપુજક રહે. દેવળીયા વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા 24/6 ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં આરોપી તેનું બુલેટ લઈને તેના બુલેટમાં પાછળના ભાગે લખમણ ગોરધનભાઈ દેવીપુજક અને આકાશ પ્રકાશભાઈ દેવીપુજક ને બેસાડીને જૂના દેવળીયા થી ચરાડવા તરફ જવાના રસ્તા ઉપર પસાર થયો હતો અને ત્યારે તેણે બેદરકારીથી પોતાનું બુલેટ ચલાવીને રોડ સાઈડમાં સ્કૂલેથી ઘરે ચાલીને જતી છોકરીઓને લીધી હતી અને અકસ્માત સર્જ્યો હતો જે બનાવમાં ફરિયાદીની દીકરી રોશનીબેન ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તે બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે રહેલ અન્ય ચાર જેટલી છોકરીઓમાંથી જાનવી સુરેશભાઈ, અંકિતા દિનેશભાઈ અને રીના મહેશભાઈ ને નાના મોટી ઇજાઓ થઈ હોવાથી તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News