મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા


SHARE





ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રામ મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 10,300 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા વજીરભાઈ સજરૂદ્દીનભાઈ બખતરીયા (57), દુર્લભજીભાઈ નરસીભાઈ પંચાસરા (45), ઘનશ્યામભાઈ મોહનભાઈ બારવા (46), મુકેશભાઈ દેવશીભાઈ ચૌહાણ (48), રામભાઈ સન્નાભાઈ અજાણા (35) અને મહેશભાઈ જયંતીભાઈ થરેસા (42) રહે. બધા ઘુનડા (સ) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,300 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
હળવદ તાલુકાના ટીકર રોડ ઉપર આવેલ દ્વારકેશ ટાઉનશીપ ખાતે બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે ત્યાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને પોલીસને આપવામાં આવી ન હતી જેથી કન્સ્ટ્રક્શનનું કામ કરનારા રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વિરજીભાઈ રાઠોડ (37) રહે. ટીકર રોડ પેટ્રોલ પંપ પાછળ રાધા પાર્ક હળવદ વાળા સામે કલેક્ટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News