મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE







હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં જુના દેવળીયા ગામ પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સાઇફનમાં બાકોરૂ પાડી દેવામાં આવ્યું હતું જેથી ત્યાંથી પાણીનો બગાડ થતો હતો અને આ બાબત નર્મદા નિગમના અધિકારીએના ધ્યાન ઉપર આવતા તેના દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે સરકારી પ્રોપર્ટીની નુકસાન કર્યુ હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા અને નર્મદા નિગમમાં ફરજ બજાવતા દિલીપકુમાર કરમશીભાઈ ચાવડા (29) એ હાલમાં અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ માં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમ વિસ્તારની અંદર સાઈફન પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બાકોરું પાડી દેવામાં આવ્યું છે અને સરકારી મિલકતને નુકસાન કરવામાં આવ્યું છે જેથી કરીને 20,000 રૂપિયાનું નુકસાન કર્યું હોવા અંગેની હાલમાં નર્મદા નિગમના સ્ટાફ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 
 #મોરબી #morbi 






Latest News