વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત


SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ કારખાનાના લોડીંગ પોઇન્ટ ઉપર યુવાન કામ કરતો હતો ત્યારે ત્યાં મૂકવામાં આવેલ પંખાના વાયર ઉપર રેકડો આવી જવાથી યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી સુધી લઈ ગયા હતા જો કે, ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો. આવી જ રીતે મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતાં યુવાનનું મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેરના માટે રોડ ઉપર આવેલ ઇન ડિઝાઇન સીરામીક કારખાનામાં રહેતો અને કામ કરતો રેહાન કલ્લુભાઇ શાહ (19) નામનો યુવાન કારખાનાની અંદર લોડીંગ પોઇન્ટ ઉપર લોડિંગનું કામ કરી રહ્યો હતો દરમિયાન રેકડો લઈને જતા સમયે ત્યાં રાખવામાં આવેલ પંખાના વાયર ઉપર રેકડો આવી ગયો હતો જેથી યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો. ત્યાર બાદ યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા વિવેક કરણસિંહ આહિરવાડ (18) નામના યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News