વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ


SHARE







મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ

મોરબીમાં યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી જે ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ફોનથી ધમકીઓ આપવામાં આવતી હતી જેથી હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ આપઘાત કર્યો હતો.જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવતીની માતાએ બે મહિલા સહિત કુલ 3 વ્યક્તિઓની સામે દીકરીને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે.જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ પરમારના પત્ની, સંજયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર તથા મનીષાબેન સંજયભાઈ પરમાર રહે.બધા મેટોડા હાઇવે રોડ હરીપરના પાટીયા પાસે કાલાવડ રોડ રાજકોટ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા.7 /6 ના રોજ બપોરના પોણા-એકાદ વાગ્યાના અરસામાં તેમની દીકરીઆરોપીઓના ત્રાસથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર છતમાં લગાવેલા હૂક સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી હાલમાં મૃતક યુવતીના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત 3 વ્યક્તિઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.વધુમાં મૃતક યુવતીના પરિવારજન પાસેથી મળતી માહિતિ મુજબ ફરિયાદીની દીકરી મોરબીના આવેલા શો-રૂમમાં કામ કરતી હતી અને તેઓના કૌટુંબિક બહેનના જેઠ દ્વારા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.જેથી કરીને યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી.અને આ ફરિયાદમાં સમાધાન કરવા માટે અવાર નવાર ફોન કરીને ધમકીઓ આપવામાં આવતી હતી.જેથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હતો.જે બનાવની ફરિયાદ લઈને હળવદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.




Latest News