અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ


SHARE





વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ

વિશ્વ પર્યાવરણ દિવસનિમિત્તે મોરબી જિલ્લાભરમાં પર્યાવરણની સમતુલા અને હરિયાળી ક્રાંતિને વેગ આપવા માટે વન વિભાગ અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વ્યાપક સ્તરે વૃક્ષારોપણ અને જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીના ભાગરૂપે સામાજિક વનીકરણ રેંજ-વાંકાનેર દ્વારા શારદા વિદ્યાલય ખાતે ૫૦ રોપાઓ તેમજ ક્ષેત્રીય રેંજ-રામપરાના સંયુક્ત ઉપક્રમે અન્ય એક સ્થળે ૨૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. માળિયા તાલુકામાં રામેશ્વર બાગ (નાનાભેલા) ખાતે તાલુકા કક્ષાની ઉજવણી અંતર્ગત ૫૦ રોપાઓ વાવવામાં આવ્યા હતા. ટંકારાના છતર ગામે સામાજિક વનીકરણ રેંજ હેઠળ ગ્રામજનોના સહયોગથી ૧૫૦ રોપાઓનું રોપણ કરી પર્યાવરણ દિવસ ઉજવાયો હતો. મોરબી શહેરમાં સામાજિક વનીકરણ રેંજ દ્વારા સિવિલ કોર્ટ ખાતે ન્યાયધીશઓની ઉપસ્થિતિમાં ૧૫ રોપાઓ તેમજ કેરોવીટ કંપની ખાતે વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૮૦ રોપાઓનું વાવેતર કરાયું હતું.

આ ઉપરાંત, હળવદ તાલુકાના ચરાડવા ગામે શ્રી કષ્ટભજન ગૌશાળા અને ગ્રામ પંચાયતના ત્રિવેણી સંગમથી ૫૦ રોપાઓનું વાવેતર કરવા સાથે પ્રકૃતિપ્રેમી નાગરિકોને ૧૫૦૦ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરીને પર્યાવરણ રક્ષાનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.  આ તમામ કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખઓ, ઉપપ્રમુખઓ તથા સદસ્યો સહિત પદાધિકારીઓ મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ સહિત વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ ગામોના સરપંચઓ, ગૌશાળાઓ, પૂજ્ય સંતો-મહંતોઓ, ઔદ્યોગિક એકમો વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને પ્રકૃતિના જતન માટે સામૂહિક સંકલ્પ લીધા હતા.




Latest News