મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા


SHARE





મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 5 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 2650 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મહમદભાઈ ફરહાનભાઈ પીલુડિયા (24) રહે. વીસીપરા મોરબી, હસનભાઈ હનીફભાઈ કુરેશી (27) રહે. સિરામિક સીટી પાસે લાલપર, અહેમદભાઈ દાઉદભાઈ હોકાવાડા (29) રહે. વીસીપરા મોરબી, દક્ષભાઈ રમેશભાઈ બાવરવા (24) રહે. સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી અને શાહરૂખભાઇ હનીફભાઈ ચાનીયા (22) રહે. સોઓરડી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2650 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

યુવાન સારવારમાં

સનાળા ગામ પાસે આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા રામપ્યારે રામઇકબાલ યાદવ (48) નામના યુવાનનો કામગીરી દરમિયાન યુનિટમાં મશીનની અંદર હાથ આવી ગયો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 

મહિલા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા શરીફાબેન મહેબૂબભાઈ સુમરા (32) નામના મહિલા કોઈ કારણોસર દવાના વધુ પડતા ટીકડા ખાઈ ગયા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News