મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે ગોદામમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE





ટંકારાના ઓટાળા ગામે ગોદામમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

ટંકારાના ઓટાળા ગામે ગોદામે રહીને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારાના ઓટાળા ગામે અતુલભાઇ પોપટભાઈ વીરસોડીયાના ગોદામે રહેતા અને મજૂરી કામ કરતા ગોવિંદ શિવનારાયણ પ્રજાપતિ (20) નામના યુવાને કોઈપણ કારણોસર ગોદામે હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા ચિરાગ જાદવજી (26) નામના યુવાને કોઇ કરણોસર દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News