સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ


SHARE





મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ

સદજ્ઞાનથી સુખ મળે છે, શુદ્ધ જ્ઞાન થી મોક્ષ મળે છે એવા હેતુથી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી ની પ્રેરણા થી એમ. પી. જૈન પૌષધ શાળા ના ઉપક્રમે સમસ્ત મોરબી ના મહિલા મંડળ અને શ્રી સંઘ ની ટીમો સાથે ઋષભ પ્રશ્નમંચ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

તપ તેજસ્વીની શ્રી વિજેતાકુમારી આર્યાજી ના અઠમ તપના વર્ષીતપ નિમિત્તે મહિલા મંડળો વચ્ચે તા. ૧૫-૫, શુક્રવારે સવારે ૯ થી ૧૨.૩૦ કલાક સુધી અલગ અલગ રાઉન્ડમાં શ્રી દશા શ્રીમાળી વાડી માં જ્ઞાન જીજ્ઞાસા વધારતા આ ઋષભદેવ પ્રભુના જીવન ચરિત્ર આધારિત પ્રશ્નમંચ માં દશ ટીમો એ ભાગ લીધો હતો. જેમાં ભાવના મંડળની ટીમ પ્રથમ નંબરે વિજેતા થયેલ કેપ્ટન પ્રીતિબેન મહેતા, મૃદુલાબેન મહેતા, નીરૂબેન દામાણી, જ્યોતિબેન મહેતા, નીરૂબેન ગાંધી ને ઋષભ ટ્રોફી તથા ગિફ્ટ, રોકડ પુરસ્કાર અને અભિવાદન પત્ર સોની બઝાર સંઘ પ્રમુખ નવીનભાઈ દોશી, હસમુખભાઈ દોશી, યોગેશ મહેતા, અશોક મહેતા, રાજુ ગાંધી, મનોજ દેસાઇ, દેવાંગ દોશી, કોર્પોરેટર જયેશ દેસાઈ વિગેરેના હસ્તે સન્માન કરવામાં આવેલ.

બીજા નંબરે કાજલ મહેતા, ભવ્ય મહેતા, ખુશ્બુ મહેતા, તેજલ દેસાઈ, હિના મહેતા તેમજ ત્રીજા નંબરે મયણાસુંદરી પુત્રવધૂ મંડળ ના સુધાબેન મહેતા, પ્રીતિ મહેતા, અંજના મહેતા, નિશિતા દોશી, ચંદ્રિકા નંદુ ને પણ ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.સમગ્ર પ્રશ્નમંચમાં બાળવય ના નૈતિક નયન ખોખાણીને જ્ઞાન પુરુષાર્થનું ઇનામ આપેલ.અહીં હાજર ઘણા બધા લોકોએ ૧૨ મહિના સુધી વિદેશ જવું નહીં, સોનું ખરીદવું નહીં, મહિનામાં ૮ દિવસ ડિઝલના વાહનમાં બેસવું નહીં, રાત્રિ ભોજન ત્યાગ વીગેરે સંકલ્પ કર્યા હતા.

આ આયોજનમાં શ્રી અરિહંત મુનિજી, શ્રી વર્ધમાન મુનીજી અને અન્ય સતીજીઓએ સેવા સહયોગ આપ્યો હતો.આ કાર્યક્રમમાં પૂ.શ્રી આરાધનાજી મ.સ્. ના સુશિષ્યા તપસ્વીની શ્રી વિજેતાકુમારી આર્યાજી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.  કાર્યક્રમના મુખ્ય દાતા માતૃશ્રી ઝવેરબેન એન.નંદુ, શાંતિ સ્વરૂપ સંગોઈ, અમિત દેસાઈ વિગેરેનું એમ.પી.શેઠ જૈન પૌષધ શાળા દ્વારા આભાર દર્શન કરવામાં આવેલ તેમ યાદીમાં જણાવાયેલ છે.  #morbi




Latest News