મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી


SHARE











મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. જે અન્વયે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ બેઠક આગામી તા. 23/05/2026 ના રોજ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જયારે મોરબી, માળીયા(મી.), ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આગામી તારીખ 25/05/2026 ના રોજ બપોરે 12-00 કલાકે ચૂંટણી યોજાશે અને તેના માટે પ્રથમ બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી કરવા ઈચ્છતા સભ્યોએ નિયત નમૂનાના ફોર્મ જિલ્લા પંચાયત કચેરીની પંચાયત શાખા, રૂમ નં. 104, મોરબી ખાતેથી મેળવવાના રહેશે. અને ઉમેદવારે બે ફોર્મ ભરીને પ્રથમ બેઠકના આગલા દિવસે એટલે કે તારીખ 22/05/2026 ના રોજ સવારે 11-00 થી બપોરે 14-00 કલાક સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ પહોંચતા કરવાના રહેશે. અને ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તે જ દિવસે એટલે કે તા. 22/05/2026 ના રોજ બપોરે 14-00 કલાકે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે તેવું મોરબી જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

મોરબી જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતો એટલે કે મોરબી, માળીયા(મી.), ટંકારા, વાંકાનેર અને હળવદ ખાતે આગામી તારીખ 25/05/2026 ના રોજ બપોરે 12-00 કલાકે પ્રથમ બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છતા સભ્યોએ નિયત નમૂનાના ઉમેદવારી ફોર્મ જે-તે તાલુકા પંચાયત કચેરીએથી મેળવવાના રહેશે. ઉમેદવારોએ બે ફોર્મ સંપૂર્ણ ભરીને પ્રથમ બેઠકના આગલા દિવસે એટલે કે તારીખ 24/05/2026 ના રોજ સવારે 11-00 થી બપોરે 14-00 કલાક સુધીમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ પહોંચતા કરવાના રહેશે. ત્યાર બાદ ઉમેદવારી પત્રોની ચકાસણી તે જ દિવસે કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News