મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામ પાસે શોર્ટ લગતા યુવાનનું મોત: ઊંચી માંડલ પાસે ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત


SHARE





ટંકારાના નેકનામ ગામ પાસે શોર્ટ લગતા યુવાનનું મોત: ઊંચી માંડલ પાસે ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત

ટંકારાના નેકનામ ગામ પાસે વાડીની નજીક આવેલ ટીસી નીચે કોઈ કારણોસર યુવાને ઇલેક્ટ્રિક શોટ લાગવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં રહેતા આધેડે કોઈ કારણોસર કારખાના નજીક ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલ ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલ રેડેકો ફાઇબર પ્રા.લિ. નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ગોવિંદભાઈ નરેશભાઈ માંજી (32) નામનો યુવાન નેકનામ ગામે દાનમોરાની સિમ તરીકે ઓળખાતી જીતુભાઈની વાડી પાસે ઈલેક્ટ્રીક ટીસી નીચે હતો ત્યારે ત્યાં કોઈ કારણસર તેને ઇલેક્ટ્રીક શોટ લાગવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની લોકેનભાઈ મંગળભાઈ માજી (19) રહે. નેકનામ ગામની સીમ રેડેકો ફાઇબર પ્રા.લિ. તાલુકો ટંકારા મૂળ રહે. ઝારખંડ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના ખાતે રહેતા ઈશ્વરભાઈ લીલાધર માલી (50) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર કારખાના પાસે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News