મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડ ઉપર દીકરાને ટિફિન આપવા દુકાને જતાં પિતાને કાળનો ભેટો


SHARE











 

મોરબીના પીપળી રોડ ઉપર દીકરાને ટિફિન આપવા દુકાને જતાં પિતાને કાળનો ભેટો

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાનની પીપળી રોડ ઉપર દુકાન આવેલ છે ત્યાં દીકરાને ટીફિન આપવા માટે તેના યુવાનના પિતા તેની પૌત્રીને બાઈકમાં સાથે બેસાડીને જતાં હતા ત્યારે જેતપર રોડ ઉપર પીપળી ગામથી આગળ આવેલ સેવલકો સીરામીક પાસેથી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઇકને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને સર્જાયેલા અકસ્માતમાં વૃધ્ધનું મોત નીપજયું હતું અને તેની પૌત્રીને ઇજા થયેલ હોવાથી સારવારમાં ખસેડવામાં આવી હતી અને અકસ્માતના આ બનાવમાં પોલીસે મૃતકના દીકરાની ફરિયાદ લઈને હાલમાં ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ  મુળ માનસર ગામના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર પીપળવાળી શેરીમાં રહેતા ઉમેશભાઇ રવજીભાઇ દેથરીયા જાતે પટેલ (ઉ.૩૦)એ હાલમાં ટ્રક નંબર આરજે ૧૪ જીએલ ૯૬૦૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની મોરબીના પીપળી રોડ ઉપર ઇલેકટ્રીકની દુકાન આવેલ છે ત્યાં રેની ટિફિન આપવા માટે તેના પિતા રવજીભાઇ બેચરભાઇ દેથરીયા જાતે પટેલ (ઉ.૫૯) તેની દીકરી મહેલ (૫) ને બાઈકમાં સાથે બેસાડીને આવી રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક નંબર આરજે ૧૪ જીએલ ૯૬૦૯ જેતપર હાઇવે રોડ ઉપર પુરઝડપે અને બેફીકરાયથી ચલાવીને તેઓના પિતા જે બાઇક લઈને આવતા હતા તે બાઇક નંબર જીજે ૩૬ પી ૧૪૭૯ ને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને ફરીયાદી યુવાનના પિતા તથા તેની દિકરી બાઈકમાથી નીચે પડી ગયા હતા ત્યારે રવજીભાઇ બેચરભાઇ દેથરીયાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આરોપી પોતાનો ટ્રક કન્ટેનર સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો જેથી મોરબી તાલુકા પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૦૪(અ) એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News