મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા


SHARE







મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યુવાન તેના મિત્રના લગ્નમાં ગયો હતો અને ગરબા રમીને બેઠો હતો ત્યારે તેને બહાર બોલાવીને એક શખ્સે મારા ફૂઈના દીકરા સામે કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને બોલાચાલી કરી હતી ત્યાર બાદ વાળ પકડીને યુવાનને નીચે પાડી દીધો હતો અને તેને  વાસા તેમજ બેઠકના ભાગે છરીના ઘા મારીને ઇજા કરી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


મોરબી આયોદ્યપુરી મેઇન રોડ ઉપર આવેલ ડાયમંડ બેકરી સામેના ભાગમાં રહેતા જુબેરભાઈ રજાકભાઈ રાજા (19)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સમીર ઉર્ફે સમલો મોવર રહે. મોરબી તથા સોહિલ નામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 4/5 ના રોજ મોરબીના લાતી પ્લોટ શેરી નં-7 માં ફરિયાદીના મિત્ર એજાજના લગ્નમાં ગયો હતો અને ત્યાં ડીજે ઉપર દાંડીયારાસ રમીને તે રાતે ત્રણ વાગ્યાના અરસામાં સાઈડમાં બેઠો હતો ત્યારે સમીર ઉર્ફે સમલોતેને બહાર બોલાવેલ હતો જેથી ફરિયાદી બહાર ગયો હતો અને ત્યાં સમિરે કહ્યું હતું કે “તું મારા ફૂઈના દીકરા સોહિલ સામે કાતરૂ કેમ મારતો હતો” જેથી ફરિયાદીએ કહ્યું હતું કે “હું તેને ઓળખતો પણ નથી તો હું કેમ કાતરુ મારુ” જેથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી સમીરે ફરિયાદીને વાળ પકડીને મારમાર્યો હતો અને છરી કાઢીને તેને વાસાના ભાગે મારી હતી તેમજ નીચે પડી દઈને તેને બેઠકના ભાગે પણ છરીના ઘા માર્યા હતા. જયારે સોહીલે ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન અન્ય લોકો ત્યાં આવી જતા બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News