મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીનો સેવાકીય ઉપક્રમ – દિવ્યાંગ માટે ટ્રાઇસાયકલ અર્પણ


SHARE







મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીનો સેવાકીય ઉપક્રમ – દિવ્યાંગ માટે ટ્રાઇસાયકલ અર્પણ

મોરબીની સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી  દ્વારા વધુ એક સેવાકાર્ય કરવામાં આવ્યું હતુ.જે માનવતાની સાચી વ્યાખ્યા વ્યક્ત કરે છે.સંસ્થાની તરફથી એક જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈને ટ્રાઇસાયકલ અર્પણ કરવામાં આવી હતી.આ માત્ર એક સાધન નથી, પરંતુ તેમના માટે નવી આશા, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની એક નવી શરૂઆત છે.વર્ષોથી અન્ય પર નિર્ભર રહેલા આ ભાઈ માટે આ ટ્રાઇસાયકલ જીવનમાં આગળ વધવાની નવી રાહ બની છે

આ પ્રસંગે લાભાર્થીના ચહેરા પર દેખાતી ખુશી અને આંખોમાં ઝળહળતું આભાર દરેકના દિલને સ્પર્શી ગયું હતુ.તે ક્ષણ માત્ર એક વિતરણ કાર્યક્રમ નહીં, પરંતુ માનવતા, સહાનુભૂતિ અને પ્રેમનો જીવંત અનુભવ હતો.મુસ્કાનના તમામ સભ્યોએ પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને આ સેવાકાર્યમાં હાજરી આપી અને તેને સફળ બનાવ્યો હતો.સભ્યોનો સેવાભાવ અને એકતા એ જ સંસ્થાની સાચી તાકાત છે, જે આવી અનેક જીંદગીઓને સ્પર્શી રહી છે.સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતુ કે, “અમે માત્ર મદદ નથી કરતા, પરંતુ લોકોના જીવનમાં આશા અને આત્મવિશ્વાસ જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ,” અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.મુસ્કાન વેલફેર સોસાયટી હંમેશા સમાજના છેવાડાના વર્ગ માટે સંવેદનાથી કાર્યરત રહી છે અને આવનારા સમયમાં પણ આવી જ માનવતાભરેલી પહેલો દ્વારા અનેક જીંદગીઓને ખુશીઓથી ભરી દેશે.




Latest News