સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં સગીરાને ગોંધી રાખીને દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ


SHARE





ટંકારા તાલુકામાં સગીરાને ગોંધી રાખીને દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મજૂરીકામ આપવાની લાલચ આપીને સગીરાને વાડીએ લઈ ગયા બાદ વાડીની ઓરડીમાં સગીરા સાથે સાત દિવસ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે બનાવ સંદર્ભે જે તે સમયે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આજે આરોપીને કોર્ટે આજીવન કેદની સજા અને ભોગ બનેલી સગીરાને સાત લાખની સહાય ચૂકવવા માટે હુકમ કરેલ છે.

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૬ ના મે મહિનામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે બનાવમાં બે આરોપી પૈકીના પપ્પુ નારસંગ ભુરીયા (ઉંમર ૨૭) ની પોલીસે જે તે સમયે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં જજ એમ.કે.ઉપાધ્યાય સમક્ષ ચાલી જતાં જજે આ બનાવમાં આરોપી પપ્પુ નારસંગ ભુરીયાને આજીવન કેદની સજા અને ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકારેલ છે તેમજ ભોગ બનેલી સગીરાને સાત લાખ રૂપિયાની સહાય ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

વધુમાં આ કેસની જાણવા મળતી માહિતી મુજબ તા.૧૪-૫-૨૦૧૬ ના રોજ મોરબી બસ સ્ટેન્ડ ખાતે ભોગ બનેલી સગીરાને મજૂરી કામ આપવાની લાલચ આપીને બસમાં બેસાડીને ટંકારા તાલુકાના મિતાણા ગામે નિલેશભાઈ વસ્તાભાઇ પટેલની વાડીએ લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ વાડીની ઓરડીમાં સાત દિવસ સુધી તેને ગોંધી રાખીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભોગ બનેલી સગીરા અને તેના પરિવારજનો પોતાના વતન એમપીના રતલામમાં ગયા હોય તેઓએ ત્યાંથી ફરિયાદ નોંધાવી હતી.

જોકે બનાવ ટંકારા પોલીસની હદમાં બન્યો હોય ઝીરો નંબરથી ફરીયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ત્યારે દુષ્કર્મની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી અને ભોગ બનેલી સગીરા દ્વારા પપ્પુ નારસંગ ભુરીયા અને બાલુ માંગુ ભીલ નામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે પપ્પુ નારસંગ ભુરીયાની ધરપકડ કરી હતી અને બાલુ માંગુ ભીલ હજુ પણ દુષ્કર્મના આ ગુનાની અંદર નાસતો ફરતો આરોપી છે.મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં જજ એમ.કે.ઉપાધ્યાય સમક્ષ દુષ્કર્મનો આ કેસ ચાલી ગયો હતો તેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા ૧૪ મૌખીક પુરાવા અને ૩૨ ડોક્યુમેન્ટરી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને લઈને હાલમાં આરોપીને આજીવન કેદની સજા એટલે કે જીવનના અંતિમ શ્વાસ સુધી કારાવાસની સજા અને ૩૦ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે.




Latest News