અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત


SHARE





















હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત

હળવદના કવાડિયા ગામ નજીક ટ્રેક્ટર અને એસટી બસ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ટ્રેક્ટરના ચાલકને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ચાલકની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

પંચમહાલ જિલ્લાના બામરોલી ખાતે રહેતા અને એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ અર્જુનભાઈ બારીયા (38)એ ટ્રેક્ટરના ડ્રાઇવર મૃતક દિનેશભાઈ લાલજીભાઈ કોળી રહે. બાઈસાગઢ તાલુકો ધાંગધ્રા વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ કવડિયા ગામના પાટીયાથી આગળના ભાગમાં હળવદ બાજુથી તેઓ પોતાના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 9507 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરના ચાલકે કોઈપણ પ્રકારનું સિગ્નલ કે ઇશારો કર્યા વગર રોડની બીજી બાજુએ કાવું મારીને પોતાનું ટ્રેક્ટર લીધું હતું ત્યારે એસટી બસની ખાલી સાઇડમાં ટ્રેક્ટર અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજા થઈ હોવાથી તેનુ મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે એસટી બસના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.










Latest News