મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ


SHARE







મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ

દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે 135 મી જન્મ જયંતી નિમિત્તે ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મોરબીના વીસી ફાટકથી લઈને મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિશાળ સંખ્યામાં સમાજના યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકો જોડાયા હતા અને જય ભીમના નારાથી મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા

મોરબીમાં દર વર્ષે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે મોરબીમાં વીસી ફાટક પાસેથી ડો. બાબા સાહેબ જન્મ જયંતી નિમિત્તે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોરબીના શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, શાક માર્કેટ ચોક હોસ્પિટલ ચોક થઈને આ રેલીને મોરબી મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપીને પૂર્ણ કરવામાં આવી હતી અને આ સાથે રેલીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, ગૌતમ બુદ્ધની પ્રતિમા તથા ભીમા ગોરેગાવના આકર્ષક ફ્લોટ્સ રાખવામાં આવ્યા હતા. આ રેલીમાં મોરબી અનુસૂચિત જાતિ  સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા




Latest News