મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી


SHARE









વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી

વાંકાનેરમાં આવેલ શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને ઘર પાસે પોતાની સ્કોર્પિયો ગાડી પાર્ક કરીને મૂકી હતી જે સ્કોર્પિયોના લોક તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી 16 લાખ રૂપિયાની કિંમતની ગાડીની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર શહેરમાં આવેલ શિવમ પાર્ક સોસાયટી શેરી નં. 1 માં રહેતા રાણાભાઇ મૈયાભાઇ ઘેલીયા (28)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓએ પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 25 બીએ 0234 પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂકી હતી જે ગાડીને ગત તા. 10/4 ના રાત્રિના 11:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ અજાણ્યા શખ્સ દ્વારા ગાડીનો લોક તોડીને ચોરી કરીને લઈ જવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આરટીઓ બ્રિજ પાસે અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અમિતકુમારસિંહ (25) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News