મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ


SHARE













હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ

હળવદમાં રહેતા યુવાને મોરબીમાં રહેતા દંપતી પાસેથી વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધેલા હતા જેની સામે યુવાને નિયમિત પાંચ ટકા લેખે વ્યાજ ચૂકવ્યું હતું તેમ છતાં પણ તેની પાસેથી સાત ટકા લેખે વ્યાજ વસૂલવા માટે વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને રૂબરૂ તથા ફોન ઉપર ગાળો આપીને ધમકી આપવામાં આવતી હતી તેમજ છરી બતાવીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

હળવદના મોરબી દરવાજા પાસે આવેલ કૃષ્ણનગર ખાતે રહેતા દીપકભાઈ મનજીભાઈ સોનાગ્રા (32) એ હાલમાં ગીતાબેન સાહિલભાઈ જામણા અને સાહિલભાઈ ઇબહીમભાઇ જામણા રહે બંને કાલિકા પ્લોટ મોરબી, આયનભાઈ શાહમદાર રહે. મકરાણીવાસ મોરબી અને હસન હાજીભાઈ કુરેશી રહે. કાલીકા પ્લોટ મોરબી વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગીતાબેન અને સાહિલભાઈ પાસેથી તેણે 5 % ના વ્યાજ લેખે કટકે કટકે 3 લાખ રૂપિયા લીધેલા હતા અને તેની સામે ફરિયાદીએ નિયમિત રીતે વ્યાજ ચૂકવ્યું હતું છતાં પણ આરોપીઓએ સાત ટકા વ્યાજ વસૂલવાનું કહીને ફરિયાદી તથા સાહેદોને ફોન ઉપર અને રૂબરૂમાં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી કરી 44 હજાર રૂપિયા કઢાવી લઈને વધુ વ્યાજ અને મુદ્દલ માટે આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને ઘરમાં પ્રવેશ કરીને સાહેદોને રૂપિયાની ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અવારનવાર આરોપીઓ ફરિયાદીના ઘર પાસે જઈને સાહિલભાઈએ હાથમાં છરી ધારણ કરીને ફરિયાદી પાસેથી વ્યાજ અને મુદલ રૂપિયાની કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલા સહિત કુલ ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીમાં જુના બસ સ્ટેશન સામેના ભાગમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે અશરફભાઈ મુસાભાઇ કચ્ચા (30) રહે શાંતિવન સ્કૂલની બાજુમાં સુમરા સોસાયટી મોરબી તથા ઇકબાલભાઈ મહેબૂબભાઈ મોવર (32) રહે. કુલીનગર મોરબી વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 620 રૂપિયાની રોકડ કબજે કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News