મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !


SHARE











વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !

વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી બાજુ ક્રેટા ગાડીમાં દારૂનો જથ્થો ભરીને લઈ આવવામાં આવનાર છે તેવી ચોક્કસ હકીકત વાંકાનેર સીટી પોલીસને મળી હતી જેના આધારે વઘાસીયા ટોલના પાસે પોલીસે વોચ રાખી હતી તેવામાં મળેલ બાતમી મુજબની ક્રેટા ગાડી ત્યાંથી પસાર થઈ રહી હોય તેને રોકો માટે પોલીસ દ્વારા ઈશારો કરવામાં આવ્યો હતો તેમજ પોલીસ કર્મચારીનું બાઈક આડસ માટે મૂક્યું હતું જે બાઈકને હડફેટે લઈને કાર ચાલક ત્યાંથી તેનું કાર લઈને નાશી ગયો હતો અને રાણેકપર ગામે આવેલ સહકારી મંડળી સામે ખુલ્લા પ્લોટમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ધોળા દિવસે કાર ચાલક કારમાંથી દારૂની નાની 1814 બોટલ અને 61 બીયરના ટીન જેની કુલ કિંમત ₹4,85,060 થાય છે તે મુદ્દામાલ નીચે ઉપરીને નાશી ગયો હતો જેને પોલીસે હાલમાં કબજે કર્યો છે અને દારૂ તેમજ બિયરનો જથ્થો છોડીને નાસી ગયેલ કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

વાંકાનેર સિટી પોલીસની ટીમ વઘાસિયા ટોલનાકા પાસે વાહન ચેકિંગની કામગીરી કરી હતી દરમિયાન વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાને ખાનગી રાહે હકીકત મળી હતી કે ક્રેટા ગાડી નંબર જીજે 36 એપી 9297 નો ચાલક વાકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ આવી રહ્યો છે અને તેના વાહનની અંદર દારૂ અને બિયરનો જથ્થો ભરેલો છે જેથી મળેલ હકીકત વાળી ગાડીની વઘાસીયા ટોલના પાસે વોચ રાખીને પોલીસ સ્ટાફ ઉભો હતો દરમિયાન વાંકાનેર તરફથી ક્રેટા ગાડી વઘાસિયા ટોલનાકા તરફ આવી રહી હતી ત્યારે તેને રોકવા માટે પોલીસ દ્વારા ઈશારો કરવામાં આવ્યો હતો જો કે, કાર ચાલકે તેનું વાહન હંકારી મૂક્યું હતું જેને રોકવા માટે પોલીસ કર્મચારી હિતેન્દ્રસિંહ ઝાલાનું બાઇક આડસ માટે મૂક્યું હતું જે બાઈકને ટક્કર મારીને બાઇકમાં નુકસાની કરીને ક્રેટા ગાડીનો ચાલાક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો અને તે ક્રેટા રાણેકપર તરફ ગઈ હતી જેથી પોલીસે તે કારનો પીછો કર્યો હતો. જો કે, પોલીસ ત્યાં પહોચી ત્યાં સુધીમાં રાણેકપર ગામની સહકારી મંડળી પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં દારૂ અને બિયરનો જથ્થો ઉતારીને કાર ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો હાલમાં પોલીસે સ્થળ ઉપરથી દારૂની નાની 1814 બોટલ તથા 61 બિયરના ટીન જેની કુલ કિંમત 4,85,060 થાય છે તે જથ્થો કબજે કર્યો છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ક્રેટા ગાડી નંબર જીજે 36 એપી 9297 ના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલી કાર લઈને નાશી ગયેલ શખ્સે ધોળા દિવસે ટ્રેકટરની ટ્રોલીમાં દારૂની નાની 1814 બોટલ તથા 61 બિયરના ટીનનો જથ્થો ઉતાર્યો તે સમયે ગ્રામજનો ત્યાં હાજર ન હતા ?, પોલીસ વાહનનો પીછો કરી રહી હતી તો પછી વાહન ચાલક માલ ઉતારીને કાર લઈને નાશી ગયો ત્યાં સુધી કેમ પહોચી ન હતી ? અને આટલો દારૂ અને બિયરનો જથ્થો કારમાંથી ઉતરતા કેટલો સમય લાગે ? તે સહિત અને સવાલો ઊઠે તેમ છે.






Latest News