મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો


SHARE







હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો

હળવદના ટીકર ગામે કૌટુંબિક બહેનની પાછળ જતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને પેટ, ગળાની હાંસળીની નીચે છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અને ઇલેક્ટ્રીકની દુકાન ધરાવતા મહોમદયાઝ વારીશભાઈ કગથરા (22) નામના યુવાને ફિરોજ સલીમભાઈ સંધિ રહે. ટીકર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ તેના કાકા સુમારભાઈની દીકરી રૂસાનાની પાછળ ફરિયાદી જતો હોવાની શંકા અને વહેમ રાખીને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ છરી વડે હુમલો કરીને પેટના ડાબી બાજુના પડખાના ભાગે, જમણા હાથના બાવળામાં, જમણી બાજુ ગળાની હાંસળીની નીચેના ભાગમાં છાતી પાસે છરીના ઘા માર્યા હતા જેથી ગંભીર ઇજા પામેલા યુવાને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News