મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશે- મંત્રી બ્રિજેશભાઈ મેરજા 


SHARE







મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશેમંત્રી બ્રિજેશભાઈ મેરજા 

મોરબી ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો


મોરબી ખાતે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજિત‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’’ ઉજવણી કાર્યક્રમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉજવણી કાર્યક્રમ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ગ્રાહકો છેતરપીંડીથી બચે અને ખરીદી અંગે જાગૃતતા દાખવે એ જરૂરી છે. તેમણે વધુમાં ચીજ વસ્તુઓ ખરીદતા સમયે હંમેશા બિલ લેવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ તેમ વધુમાં જણાવ્યું હતું.

મંત્રીએ નવનિર્મિત મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશે જેનો લાભ મોરબી જિલ્લાના નાગરિકોને મળતો થશે તેમ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે રામજીભાઈ માવાણી તેમજ રમાબેન માવાણીએ પ્રસંગોચિત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી ઉપસ્થિતોને ગ્રાહકોના હકો બાબતે વાકેફ કર્યા હતા.  રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી લાલજીભાઇ મહેતા સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

 






Latest News