મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ડેમો તેમજ નર્મદાની કેનાલોમાંથી ઉનાળુ પાક માટે પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ડેમો તેમજ નર્મદાની કેનાલોમાંથી ઉનાળુ પાક માટે પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ડેમો તેમજ નર્મદાની કેનાલોમાંથી ઉનાળુ પાક માટે પાણી આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી દ્વારા રાજયના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા તેમજ સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલ ડેમોમાં પાણી ભરેલા છે.શિયાળુ પાક માટે અમુક ડેમોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવેલ નથી.જેવા કે મચ્છુ-૨ , ડેમી ૨ , તેમજ અન્ય ડેમો કે જે પાણીથી ભરેલા છે.જો શિયાળુ પાક માટે પાણી આપવામાં આવેલ હોત તો ઘણા ખેડૂતો પોતાના ખેતર માં શિયાળુ પાક લઈ શક્યા હોત.મચ્છુ-૨ ડેમમાં પાણી હતું. અને નર્મદાની કેનાલ મોરબી બ્રાંચ દ્વારા તેમાં પાણી નાખવામાં આવેલ હતું જેથી  શિયાળા દરમિયાન એકવાર ડેમમાં વગર વરસાદે પાણી વધી જતા પાણી છોડવામાં આવેલ હતું જે પાણી દરિયામાં ગયું હતું. તેમ છતાં સ્થાનિક ઓફિસર તેમજ સિંચાઈ સલાહકાર સમિતિ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાણી સિંચાઈ માટે આપવામાં નહીં આવે. શું સરકાર એવું ઇચ્છી રહી છે કે પાણી ભલે દરિયામાં જાય પણ ખેડૂતો ને તો નહી જ આપીયે.? હાલમાં પણ મચ્છુ-૨ ડેમ તેમજ ડેમી-૨ માં પાણી ભરેલું છે.તેનો હાલમાં કોઈ ઉપયોગ નથી.વરાળ બનીને ઊડી જાય છે.અને જમીનમાં ઉતરી જાય છે.પણ ખેડૂતો માટે આપવામાં કોઈને રસ નથી.આવું શા માટે ?

નર્મદા ડેમમાં પણ પાણી છે.તેની કેનાલ માળિયા બ્રાંચ, ધ્રાંગધ્રા બ્રાંચ, અને મોરબી બ્રાંચમાં આજદિન સુધી ઉનાળુ પાક માટે પાણી આપવા માટે કોઈ આયોજન નથી! ઓફિસરને પૂછતા અમોને ખબર નથી તેવા જવાબો આપવામાં આવે છે.નર્મદા ડેમનું પાણી પણ ચોમાસામાં દરિયામાં જશે.તો શા માટે? ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ નથી.? જો આ પાણી આપવામાં આવે તો ખેડૂતો ઉનાળુ પાક લઈ શકે તેમ છે. તેમને આર્થિક ફાયદો થશે અને રાષ્ટ્રને પણ ફાયદો થશે.પાણી દરિયામાં જાય તેના કરતા ખેડૂતોને આપો.જેથી ખેડૂતો ઉનાળુ પાકની નીપજ લઈ શકે.તેવી માંગ  આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા (મોરબી) એ કરેલ છે.






Latest News