મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત ​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત મોરબીમાં રહેતા યુવાને દીકરીને ઓનલાઈન કલાસમાં શિક્ષણ માટે પેમેન્ટ કરાવતા 11 હજારની છેતરપિંડી ટંકારામાં વિશ્વ મહિલા દિવસ દરમિયાન ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં માર્ચ-૨૦૨૬ માસનો ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ તા. ૨૬મીએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૧૨ વર્ષમાં ૩૧,૨૪૫ મહિલાઓ માટે ૧૮૧ અભયમ ની સેવા બની આશીર્વાદ


SHARE













મોરબી જીલ્લામાં ૧૨ વર્ષમાં ૩૧,૨૪૫ મહિલાઓ માટે ૧૮૧ અભયમ ની સેવા બની આશીર્વાદ

વિશ્વ મહિલા દિને ૮ માર્ચ ૨૦૧૫ના રોજ ૧૮૧ અભયમનો રાજ્યવ્યાપી સેવાનો પ્રારંભ થયો હતો. ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનપોતાની સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કરી રહી છે.   આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પણ લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે.

મોરબી જિલ્લામાં ૧૨ વર્ષની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ અભયમમહિલા હેલ્પલાઈન દ્વારા કુલ ૩૧૨૪૫ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન,માર્ગદર્શન અને બચાવની મદદ પૂરી પડાઈ છે. ૧૮૧અભયમએ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇને ૬૮૬૬ જેટલી મહિલાઓને મદદ પૂરી પાડવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં જાન્યુઆરી ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫માં ૧૮૧ અભયમમહિલા હેલ્પલાઈન દ્વારા કુલ ૭૦૮  જેટલા કિસ્સાઓમાં મહિલાઓને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇને મદદ પૂરી પાડી હતી. જેમાંથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા ૩૯૬  જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળી હતી. ૩૦૦  જેટલા કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

છેલ્લા ૧૨ વર્ષમાં રાજ્યમાં કુલ ૧૮,૧૦,૯૧૩ થી વધુ મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડીને તેમને સશક્ત કરવામાં આવી હતી. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા, ,૬૦,૯૬૪ જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે  ઘટના સ્થળ પર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે. આ ઉપરાંત ૧૮૧ ટીમની કુશળતાને કારણે ૨,૨૯,૬૬૦ કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે. અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચાડવામાં આવી છે.




Latest News