મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

કચ્છથી પાયલોટિંગ સાથે રાજકોટ બાજુ કતલખાને લઈ જવાતા 17 પાડાને ગૌરક્ષકોએ મોરબીની દલવાડી ચોકડી પાસેથી બચાવ્યા


SHARE







કચ્છથી પાયલોટિંગ સાથે રાજકોટ બાજુ કતલખાને લઈ જવાતા 17 પાડાને ગૌરક્ષકોએ મોરબીની દલવાડી ચોકડી પાસેથી બચાવ્યા

કચ્છ બાજુથી  માળીયા થઈને મોરબી તરફ આવી રહેલા વાહનામાં ક્રૂરતાપૂર્વક અબોલજીવને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે તેવી માહિતી મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેથી કરીને મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહીની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીની ટીમે મોરબીની દલવાડી ચોકડી પાસે  બડા દોસ્ત ગાડીને રોકી હતી અને ચેક કરી હતી ત્યારે તેમાંથી કતલખાને લઈ જવાતા 17 પાડા મળી આવ્યા હતા જેથી પોલીસની હાજરીમાં એક શખ્સને પકડીને મુદામાલ પોલીસને હવાલે કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાને બાતમી મળી હતી કે, કચ્છથી મીતાણા બાજુ કતલ કરવાના ઇરાદે 17 અબોલજીવને અશોક બડા દોસ્ત ગાડી નંબર જીજે 36 વી 3801 ગાડીમાં ભરીને લઈ જવામા આવી રહ્યા છે જેથી કરીને ગૌરક્ષકની ટિમ દ્વારા વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબની ગાડીનો પીછો કરીને મોરબી બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રોકવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 17 પાડા મળી આવ્યા હતા જેથી કરીને વાહન ચાલકની પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું અને કચ્છથી ભરેલા અબોલજીવને રાજકોટ ભાવિન પટેલને ત્યાં અને તેનો સાથી અરમાન અને આશિફ રહે. રાજકોટ ઉતારવાના હતા અને તે બંને સાથે પોત પોતાની ગાડી લઈને પાયોટીંગ આપતા  હતા અને ફોરવીલ કાર નં. જીજે 3 ઇએલ 2506 વાઈટ કલર ટોયાટો ઇટીયોસ કાર ભાવિન પટેલ ચલાવી રહ્યો હતો. બીજી કાર અરમાન ચલાવી રહ્યો હતા અને તેની સાથે મારુતિ સુઝુકી બ્રેજા કાર હતી જે  જીવોને કતલ કરવા માટે ઈરાદાપૂર્વક પહોંચાડવામાં આવી રહ્યા હતા જેથી હાલમાં પોલીસે એક શખ્સને પકડી લીધેલ છે અને જે વાહનમાં અબોલજીવને ભરવામાસ આવ્યા હતા તે અને અબોલજીવ સહિતનો મુદામાલ કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. તેવું માહિતી મોરબીના કમલેશભાઈ બોરિચા પાસેથી જાણવા મળેલ છે.






Latest News