મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


SHARE







મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મોરબીના લોકલાડીલા અને લડાયક નેતા તેમજ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ પ્રસંગે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે આ મેગા બ્લડ ડોનેશન યોજાશે.

મોરબીના ધારાસભ્ય તેમજ રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ૬૪ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે લાખો કાર્યકરો અને શુભેચ્છકોની પ્રાર્થના, માનતા અને લાગણીના બળે તાજેતરમાં તેઓએ કેન્સર જેવા જટીલ રોગને પરાસ્ત કર્યો છે અને તેઓનું સફળ ઓપરેશન થઈ ગયું છે. ત્યારે તેઓના જન્મ દિવસ નિમિતે તા ૮ ને રવિવારે સવારે ૮:૦૦ વાગ્યાથી કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુની કામના સાથે મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય મહિલા શક્તિને પણ રક્તદાનમાં જોડાવ માટે આયોજકોએ આહ્વાન કર્યું છે.






Latest News